Jasdan,તા.20
જસદણ વિંછીયા ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના કંનનાથ મહાદેવ મંદિર, કનેસરા ખાતે એપ્રોચ રસ્તાનું ખાતમુહૂર્ત કરાયુ હતું.
રૂ.70 લાખનાં ખર્ચે બનનાર આ રોડ 1.50 કિલોમીટર લાંબો તેમજ 3.75 મીટર પહોળો બનશે. 9 માસમાં બનનાર આ રોડમાં ત્રણ લેયરમાં ડામરકામ, જરૂરિયાત મુજબ માટી કામ તેમજ સી.સી. રોડ કરાશે. રોડમાં 2 નંગ પાઈપવાળા નાળા, સાઈડ સોલ્ડર્સ, રોડ ફર્નિચર તેમજ રોડની બંને સાઈડમાં થર્મોપ્લાસ્ટના પટ્ટાઓ કરાશે. રોડ નવો બનતા કનેસરા તેમજ આસપાસનાં ગામ લોકોને ઉપયોગી બનશે.
આ તકે મંત્રી કુંવરજીભાઈ એ કંનનાથ મહાદેવના આશીર્વાદ લઇ મંદિરના મહંતને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં કનેસરા સહિત સરપંચશ્રીઓ તેમજ આગેવાનોએ મંત્રી નું સન્માન કર્યું હતુ.
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અગ્રણી ગોરધનભાઈ, ભાણજીભાઈ, વિનુભાઈ,હરસુખભાઈ, પ્રાગજીભાઈ સહિત અગ્રણીઓ, અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.