Jamkandorana,તા.20
પતિના વિયોગમાં 80 વર્ષીય વૃદ્ધાએ જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જામકંડોરણાના બરડીયા ગામના જમકુબેન વાછાણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પોલીસ સૂત્રોએ અને પરિવારજનોએ જણાવ્યું કે, જમકુબેન વલ્લભભાઈ વાછાણી (ઉંમર વર્ષ 80, રહે. બરડીયા ગામ તા. જામકંડોરણા) ગઈકાલે બપોરે 1 વાગ્યા આસપાસ પોતાના ઘરે, ઉપરના માળે રૂમમાં બાથરૂમમાં હતા ત્યારે કેરોસીન છાંટી પોતાની જાતે પોતાને આગ લગાડી દેતા દાઝી ગયા હતા.