Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

    June 13, 2025

    Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો

    June 13, 2025

    લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત
    • Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો
    • લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા
    • જયરાજસિંહ જાડેજા સહિત 28 લોકો સામે રાજકોટ બાદ હવે ગોંડલ કોર્ટમાં ફરિયાદ
    • Rajkot: સોની બજાર મકાનમાંથી રૂ. 3.77 લાખની ચોરીમાં ત્રણ કિશોર ઝબ્બે
    • ભારતના દરેક સરકારી કાર્યાલયમાં, લાંચ, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Ambalal Patel પાછું ટેન્શન વધાર્યું, જાણો ક્યાં-ક્યાં થશે ધોધમાર વરસાદ
    ગુજરાત

    Ambalal Patel પાછું ટેન્શન વધાર્યું, જાણો ક્યાં-ક્યાં થશે ધોધમાર વરસાદ

    Vikram RavalBy Vikram RavalSeptember 5, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.05

    રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે ફરી એકવાર ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ બેટીંગ શરુ કરી દીધી છે. 25 ઑગસ્ટથી 30 ઑગસ્ટ દરમિયાન રાજ્યમાં ખાબકેલા ધોધમાર વરસાદે વડોદરા અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના કેટલાક ભાગોને જળબંબાકાર કરી દેતાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે આજથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારેથી હળવા વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મહેસાણા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદની ગતિમાં ચોક્ક્સ ઘટાડો થશે.

    તેમણે જણાવ્યું હતું કે વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં ફંટાતા વરસાદની ગતિ ઘટશે. આજથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્વિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં વરસશે.

    બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતાં 10 સપ્ટેબરે ડીપ ડિપ્રેશન સર્જાશે, જેથી 12થી 22 સપ્ટેમ્બર દરમિયાન ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ડીપ ડિપ્રેશન સર્જાતાં પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

    ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

    આજે (પાંચમી સપ્ટેમ્બર) સવારથી જ બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના વિજાપુરમાં 2.17 ઇંચ,  મહેસાણામાં 1.57 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.42 ઇંચ અને બનાસકાંઠાના ડીસામાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના માણસામાં 1.30 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.22 ઇંચ અને ધનસુરામાં 1.10 ઇંચ, પોશીનામાં 1.06 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મહેસાણા હાઇવેના અંડરપાસમાં  પાણી ભરાયા હતા અને શોપિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાયા હતા.

    અહીં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો 

    સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડાલી, તલોદ, વિજયનગર, ઇડર, હિંમતનગર, મહીસાગરના કડાણા, અરવલ્લીના મેઘરજ, માલપુર, મહેસાણાના જોટાણા, સાંતલપુર, કડી, વિસનગર, ખેરાલુ, પાટણના હારીજ, સિદ્ધપુર, પાટણ શહેર, બનાસકાંઠાના લાખણી, પાલનપુર, દાંતા, વડગામમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

    હવામાન વિભાગની આગાહી

    હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે  (પાંચમી સપ્ટેમ્બર) બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્ર-કચ્છના અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    છઠ્ઠી સપ્ટેમ્બર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાતમી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

    સાતમીથી આઠમી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના જિલ્લા નવસારી, વલસાડ, બનાસકાંઠા, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે નવમી સપ્ટેમ્બરે વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

    Mehsana-Rain North-Gujarat Rain-Forecast
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા

    June 13, 2025
    રાજકોટ

    Rajkot: સોની બજાર મકાનમાંથી રૂ. 3.77 લાખની ચોરીમાં ત્રણ કિશોર ઝબ્બે

    June 13, 2025
    અમદાવાદ

    Ahmedabad પ્લેન ક્રેશમાં ૨૪૨ પૈકી એક મુસાફર જીવિત મળ્યો

    June 12, 2025
    અમદાવાદ

    કેન્સલેશન પર મળશે સંપૂર્ણ રિફંડ, હેલ્પલાઇન નંબર કર્યો જાહેર

    June 12, 2025
    મુખ્ય સમાચાર

    વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન

    June 12, 2025
    જામનગર

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

    June 13, 2025

    Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો

    June 13, 2025

    લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા

    June 13, 2025

    જયરાજસિંહ જાડેજા સહિત 28 લોકો સામે રાજકોટ બાદ હવે ગોંડલ કોર્ટમાં ફરિયાદ

    June 13, 2025

    Rajkot: સોની બજાર મકાનમાંથી રૂ. 3.77 લાખની ચોરીમાં ત્રણ કિશોર ઝબ્બે

    June 13, 2025

    ભારતના દરેક સરકારી કાર્યાલયમાં, લાંચ, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

    June 13, 2025

    Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો

    June 13, 2025

    લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.