Una,તા.20
આપણા દેશમાં સેટેલાઈટ જમીન માપણી કરાય ડીજીટલ પોર્ટલ હોવા છતાં પણ લાખો ખેડૂતો ના સર્વે નંબર ની જમીનો ધટી ગઈ વધી ગઈ આ દેકારો સમગ્ર ગુજરાત થયો હતો સાત- બાર ના રેકર્ડ જમીન નકશા સાથે માપણી સીટ આપે તેમાં હદ દિશા બદલી જાય આવા છબરડા નો ભોગ ખેડૂતો બન્યા લાખો રૂપિયા માપણી કરનાર એજન્સી ને ચુકવાતા હોવાં છતાં હજું ધણા ખેડૂતો પરેશાની વેઠી રહ્યાં છે.
ત્યારબાદ સરકાર ના ખેતીવાડી શાખા દ્વારા ઈ-સમૃધધિ પોર્ટલ પર ખેડૂતો નો વાવણી કરેલ પાક નો સર્વે ડીજીટલ ક્રોપ મારફતે સેટેલાઇટ ઇમેજ દ્વારા કરાયો હતો અને ટેકાના ભાવે મગફળી, ચણા, તુવેર દાળ સહિતના પાકો વેચાણ માટે ખેડૂતો એ ગ્રામપંચાયત ના વીસી મારફતે અને ડીજીટલ ક્રોપ એપ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવ્યું પરંતુ કરોડો રૂપિયા ના ડીજીટલ સેટેલાઈટ ને ખેડૂતો નો જમીનમાં ઉગેલો મગફળી નો પાક જોવા નહિ મળતાં એક ઝાટકે હજારો ખેડૂતો નાં રજીસ્ટ્રેશન રદ કર્યા હોવાના મેસેજ વોટ્સએપ પર આવતાં દેકારો મચી ગયો છે.
ઉના ના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ની માલીકી ની જમીન ચાંચકવડ ગામે સર્વે નંબર 85/1,મા 1,21400હેકટ ,85/ 6, મા 0.89030 હેકટર 85/8 માં 1.13310 હેકટર માં મગફળી નું વાવેતર કરેલ હોય આજ ની તારીખે પણ જમીન પર વાવેતર ઉગેલું હોવાં છતાં સેટેલાઈટ ઈમેજ ની કમાલ જોવો તેમા દેખાતું નહીં હોવાથી વોટ્સએપ પર મેસેજ દ્વારા ખેડુત ને જણાવ્યું કે તમે આધાર પુરાવા સાથે ગ્રામ સેવક ને રજુ કરો અને સર્વેયર મારફતે નોંધણી મા દર્શાવેલ ડીજીટલ ક્રોપ અથવા સેલ્ફ એપ ડાઉનલોડ કરી સર્વે કરો તેવા મેસેજ આવતા આ સેટેલાઈટ ઈમેજ સામે અનેક સવાલો ઉભા થયા છે ખેડૂતો મુશ્કેલી મા મુકાયા છે
આ ડીજીટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ સામે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ અનેક સવાલો ઉભા કરી સરકાર ની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે ખેડૂતો ની જમીન અને ઉત્પાદન થતાં પાકો નાં સર્વે નામે કરોડો રૂપિયા નાં ખર્ચે પછી પણ આધુનિક ટેકનોલોજી યુગમાં સેટેલાઈટ ને ખેડૂતો ના ખેતરમાં ઊભેલા પાકો ની ઈમેજ નહીં દેખાતી હોય તો આવા સેટેલાઈટ પાછળ પ્રજા નાં કરોડો રૂપિયા નાં ધુમાડા કરવાનો અર્થ શું? સરકાર ની સીસ્ટમ ફેલ થઈ જાય છે અને હજારો ખેડૂતો હેરાનગતિ ભોગવવી પડે છે.