Una,તા.20
ગીરગઢડાનાં નિતલી ગામે વૃદ્ધા ની ક્રુરતાપૂર્વક હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ હતી અને આ અનડીટેક હત્યા નો ભેદ ઉકેલવા પોલીસ માટે પડકારરૂપ બની હતી પરંતુ ગીર સોમનાથ જિલ્લા એલસીબી ક્રાઇમ બ્રાન્ચ નાં પી એસ આઈ સિંધવ ની કુહનેભવી સુઝબુઝ અને ખાનગી બાતમી આધારે હત્યારા ને ગીર જંગલ વિસ્તારમાં છુપાવો હોવાથી ઝડપી લેવા દશ ફુટ ઉંચા વૃક્ષો ગ્રીચ કાંટાળા માર્ગે વન્યપ્રાણી ખુંખાર દીપડા વચ્ચે લાકડાં કાપી રહેલો હત્યારા સુધી પહોંચી ને ભુવા નું પાત્રો ભજવ્યું છેવટે હત્યારા ને જંગલ બહાર લાવવા લાકડાં નાં ભારા પોલીસે માથે ઊંચકી ઝડપી લીધા બાદ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખતા રાહત અનુભવી હતી.
નિતલી ગામે 13 વિધા જમીન ધરાવતા ખેડુત રામજીભાઈ વલ્લભભાઈ છેલડીયા પોતાની વાડી એ મગફળી કાઢી હોવાથી તેનું ધ્યાન રાખવા રાતવાસો કરવા ગયેલા અને મોડીરાત્રે ખાટલા ઉપર સુતા હતા ત્યારે ભરનિદ્વા મા સુતેલા વૃદ્ધ રામજીભાઈ ઉપર નિતલી ગામ ના શૈલેષ વિરજીભાઇ ઉર્ફે ગોબર પાટડીયા એ કુહાડી ના ધા મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ જંગલ મા નાશી છુટ્યો હતો.
આ હત્યા ની પોલીસ મા ફરીયાદ મૃતકના પુત્ર જગદીશભાઈ એ નોંધાવ્યા બાદ પોલીસે આરોપી ને પકડી પાડવા ઠેરઠેર તપાસ હાથ ધરી હતી ઉના વિભાગીય પોલીસ અધિક્ષક એફ એમ ચૌધરી ના સુપરવિઝન હેઠળ ગીરગઢડા પીઆઈ રાવલ અને એલસીબી ક્રાઇમ બ્રાન્ચ ના પી એસ આઈ સિંધવ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો ટેકનિકલ શોસીષ અને ખાનગી બાતમી આધારે હત્યારા શૈલેષ વિરજીભાઇ ઉર્ફે ગોબર સુધી પહોંચી તેને ઝડપી લીધો હતો.
આ બનાવ અંગે ઉના વિભાગીય પોલીસ અધિક્ષક ચૌધરીએ મિડીયા કોન્ફરન્સ કરી વિગતો આપતાં જણાવ્યું હતું કે મૃતક રામજીભાઈ વલ્લભભાઈ છેલડીયા ની જમીન ની બાજુ ના શેઢે હત્યારા નાં પિતા વિરજીભાઇ એ મૃતક ના મોટા ભાઈ ની જમીન ભાંગ્યું રાખેલ હોય અને ત્યાં હત્યારા શૈલેષ ના ઘર ના બૈરાઓ જતાં હોય તેના પર ચારિત્ર્યની શંકા વ્યક્ત કરી આરોપી શૈલેષ વિરજીભાઇ ઉર્ફે ગોબર એ રામજીભાઈ વલ્લભભાઈ છેલડીયા ની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું જણાવ્યું હતું આરોપી ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડની માંગણી કરી હથિયાર વિગેરે મુદ્દામાલ કબજે કરવા કવાયત હાથ ધરી છે.
શૈલેષ વિરજીભાઇ ઉર્ફે ગોબર વિવિધ પ્રકારના નશો કરવાની ટેવ ધરાવતો હોય અને તેના પિતા વિરજીભાઇ થી અલંગ રહેતો હોય હત્યારા ની પત્ની બાળકો વિરજીભાઇ સાથે રહેતા હોય જેથી મૃતક ના મોટા ભાઈ ની વાડી ભાગે રાખી હોવાથી વાડી એ જતાં આવતાં હોવાથી મૃતક ઉપર સ્ત્રી ચારિત્ર્ય ની શંકા રાખી હત્યારા એ ત્રીક્ષણ હથિયાર વડે રામજીભાઈ વલ્લભભાઈ છેલડીયા ની હત્યા કરી નાશી છુટ્યો હતો આખરે પોલીસે આ હત્યા ને ગણત્રીના કલાકોમાં શોધી કાઢી હત્યા નો ભેદ ઉકેલી નાખતા રાહત અનુભવી છે.