Junagadh તા.20
કેશોસના પ્રાંસલી અને ભેંસાણના સામતપરામાં પોલીસે ત્રાટકી જુગઠુ ખેલતી બે મહિલા સહિત 15ને દબોચી લીધા હતા. રોકડ સહિત કુલ 3,96,380નો મુદામાલ કબ્જે કર્યો હતો. કેશોદના પ્રાંસલી ગામે રણજીત ભનુભાઈ બાબરીયાના મકાનમાં ફળીયામાં લાઈટના અજવાળે જુગાર ખેલતા જુનાગઢ અંબીકાચોકનો દેવેન્દ્ર કરશન વાઢીયા, બામણ ગામનો વીરજી ગોગન પરમાર, રાહુલ પરબત કરંગીયા, જુનાગઢ ધરારનગરનો નિર્મલ કનુ સોલંકી, જુનાગઢ મજેવડી દરવાજા પાસે રહેતો સુનીલ રમેશ રાઠોડ, કેશોદ શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા કાજલબેન પ્રવિણ પારેડી, પ્રાંસલીના મેનકાબેન નીલેષ પારડી ને રોકડ રૂા.16240 મોબાઈલ 5 કાર નં. જી.જે.11 સીએલ 6553 સહિત કુલ 3,86,240 સાથે દબોચી લીધા હતા.
સામતપરા ગામે લાઈટના અજવાળે જુગાર ખેલતા ગોવિંદ ભનુ ડાભી, મનસુખ ભેવાન, રમેશ સોમા, વીરજી નાગજી, ધીરુ ધૃના, કાળુ બાબુ, ભનુ હુકા સહિત 8 ને 10140ની રોકડ સાથે પકડી લીધા હતા.