Morbi , તા.20
મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા અને રવાપર ચોકડી નજીક આવેલ નિર્મલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આધેડ ક્લાસરૂમમાં હતા અને બાળકોને ભણાવતા હતા ત્યારે પરસેવો વળવા લાગ્યો હતો અને ઉલટી થવા લાગી હતી ત્યારબાદ તે બેભાન થઈ જતાં હોસ્પિટલે ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા.
જાણવા મળતી વિગત પ્રમાણે કેનાલ રોડ ઉપર આવેલ નિકુંજ પાર્ક સોસાયટીમાં બાલાજી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા ભાવેશભાઈ પ્રવીણભાઈ પટેલ (50) નામના આધેડ મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ નિર્મલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેઓ ક્લાસરૂમમાં હતા અને બાળકોને ભણાવતા હતા.
ત્યારે અચાનક તેમને પરસેવો વળવા લાગ્યો હતો અને ઉલટી થતાં બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
મોરબીના જાંબુડીયા ગામના ઓવરબ્રિજ પાસે વરલી જુગારના આંકડા લેતા સોહિલભાઈ ઈસાભાઈ પલેજા (32) રહે માળિયા ફાટક પાસે મોરબી વાળો મળી આવતા પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબી નજીકના ઘુટુ ગામ નજીક આવેલ આકૃતિ સોસાયટી પાસે આંકડા લેતા અરૂણભાઇ ઉર્ફે અકુલ રતિલાલ શિરોયા (22) રહે વીસીપરા મોરબી વાળો મળી આવતા પોલીસે 370 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.
તો વાંકાનેરના વાંઢા લીમડા ચોક પાસે રાજેન્દ્રસિંહ ભરતસિંહ કૌશલ્યા (31) રહે. પરશુરામ પોટરિ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 150 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.