Surendranagar,તા.20
સુરેન્દ્રનગર વઢવાણમાં અનેક ડબગર પરીવારો વસવાટ કરે છે. આ પરીવારો ઢોલ, નગારા, તબલા, ઢોલક સહીતના વાંજીત્ર બનાવવાનું કામ કરે છે. માં આદ્યશકતીના આરાધનાના પર્વ સમાન નવરાત્રિ પર્વ અગાઉ એકાદ દાયકા પહેલા ડબગર પરીવારોને ખુબ જ ઘરાકી રહેતી હતી.
નવરાત્રિના આયોજકો ઢોલ, નગારા, ઢોલક, તબલા, નાના-મોટા મંજીરા, ડ્રમ સહીતના સાધનોની ખરીદી કરતા હતા.ત્યારે હાલના સમયે નવરાત્રિમાં વીવીધ ઈલેકટ્રોનીક સાધનોનો વપરાશ વધતા ડબગર પરીવારોનો ધંધો ઘટી ગયો છે.આ પરીવારો વાંજીત્ર બનાવવાની સાથે તેનું રિપેરીંગ કામ પણ કરે છે. પરંપરાગત ઢોલ, નગારામાં વપરાતા પશુઓના ચર્મને બદલે હવે પ્લાસ્ટીકનો ઉપયોગ પણ વધવા લાગ્યો છે. દિવસે ને દિવસે જુના વાંજીત્રોનો ઉપયોગ ઘટતા ડબગર પરિવારોને જીવન નીર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે.