Dhrangadhra:, તા.20
ધ્રાંગધ્રા શહેરમાં ચુડેશ્વર મંદિર પાછળ શિવ શક્તિ સોસાયટી નજીક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા, પાચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને સાથે 3,800 રોકડ રૂપિયા ના મુદ્દા માલ સાથે સીટી પોલીસમાં જુગારધારા મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા શહેરમાં જુગાર પૂરબહારમાં ખીલતું હોય છે ત્યારે સીટી પોલીસ પણ કોઈ પણ સંજોગમાં લોકો જુગારની બદી માં પોતાના પરિવારનું જીવન અસ્ત વ્યસ્ત કરી વ્યાજના રવાડે ન ચઢે માટે સતત જુગાર ની બાતમી મેળવી શકુનીઓ ને કાયદેસરના પાઠ ભણાવતી હોય છે ધ્રાંગધ્રા સીટી પોલીસના પીઆઇ એમ યુ મશી ની સૂચના થી સીટી પોલીસ ટિમ ધ્રાંગધ્રા શહેર માં પેટ્રોલિંગમાં હતા.
તેં દરમિયાન જડેશ્વ મંદિર પાછળ શિવ શક્તિ સોસાયટી નજીક વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી. ટિમ દ્રારા રેડ કરતા જુગાર રમતા, સોહિલભાઈ ફિરોજભાઈ સૈયદ,અસ્પાક ફિરોજભાઈ મંડલી, સાહિલ નજીરભાઈ સિપાઈ, મોસીન સલીમભાઈ સંધિ, મોહમ્મદ દાનીશ કાદરભાઈ મંડલી,રહે તમામ ધાંગધ્રા વાળાને જાહેરમાં જુગાર રમતા પકડી પાડ્યા હતા.પોલીસ દ્રારા પાંચય પાસે તેમજ વચ્ચે મુકેલ પૈસા એમ કુલ થઈને રૂપિયા 3,800 નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા મુજબ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.