Ahmedabad તા.20
નવરાત્રી પુર્વે જ ગુજરાતના કેટલાંક ભાગોમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ હોય તેમ અમદાવાદ, વડોદરા ઉપરાંત દ.ગુજરાતનાં અનેક વિસ્તારોમાં હળવો-ભારે વરસાદ વરસ્યો હતો.
અમદાવાદનાં કેટલાંક વિસ્તારોમાં મોડીરાત કે વહેલી સવારથી વરસાદનાં મંડાણ થયા હતા. નહેરૂનગર, શિવરંજની, મેમનગ, વસ્ત્રાપુર જેવા ભાગોમાં વરસાદ ખાબકયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં રીપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજયનાં 84 તાલુકામાં હળવો ભારે વરસાદ થયો હતો. મુખ્યત્વે દ.તથા મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં પાણી વરસ્યુ હતું ભરૂચના વાગરામાં સૌથી વધુ ચાર ઈંચ , નવસારી જલાલપોરમાં બે બે ઈંચ, કામરેજમાં દોઢ ઈંચ, વડોદરાનાં કરજણમાં બે ઈંચ વરસાદ મુખ્ય હતો.
આ સાથે રાજયમાં સીઝનનો કુલ વરસાદ સરેરાશ કરતા 109.40 ટકા થયો છે. દરમ્યાન ગુજરાત હવામાન વિભાગનાં ડાયરેકટર ડો.એ.કે.દાસે કહ્યું કે હાલ અપરએર સાયકલોનીક સરકયુલેશન સક્રિય હોવાથી 30 થી 40 કીમીનાં પવન સાથે આવતા ચાર વિસ હળવા મધ્યમ વરસાદની શકયતા છે.