Surat, તા.20
ગુજરાતની ચર્ચિત અને વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ 93 દિવસના જેલવાસ બાદ ફરી એક વાર ચર્ચામાં આવી છે. કોર્ટમાંથી જામીન મળતા જ તે બહાર આવી અને બહાર આવતાની સાથે જ પોતાના સોશિયલ મીડિયા પર ધમાકેદાર રીલ પોસ્ટ કરી હતી.
રીલમાં કીર્તિ પટેલ દક્ષિણ ભારતીય સ્ટાઇલમાં નજરે પડી રહી છે. તેણે કાળી લૂંગી અને બ્રાઉન બ્લેઝર પહેર્યો છે, સાથે ગોગલ્સ પહેરીને કારમાંથી બહાર આવતા તેનો બિન્દાસ અંદાજ ચાહકોને ખૂબ ગમ્યો છે.
વીડિયોમાં તે હાથ ઉપર કરી મસ્તીમાં પોઝ આપે છે અને રસ્તા પર કોઈ ન હોવા છતાં અભિવાદન કરતી જોવા મળે છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “કેમ છો મજામાં..?”
આ સાથે ગીતની પસંદગી પણ ચર્ચાનો વિષય બની છે. કેમ કે આ રીલ ગુજરાતી ગીત “જંગલની જૂની જોગન ગીરથી આવી સિંહણ…” પર બનાવવામાં આવી છે. જે તેના મજબૂત સ્વભાવને ઉજાગર કરે છે.
રીલ પોસ્ટ થતા જ કીર્તિના ફોલોવર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે લખ્યું, “આખું ગુજરાત રાહ જોતું હતું કે ક્યારે કીર્તિબેન બહાર આવે.” તેના જવાબમાં કીર્તિએ લખ્યુંઃ “આજે પૂરી થઈ.”
કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહી ચૂકી છે. જેલના ચક્કર કાપવા છતાં તેની લોકપ્રિયતા ઘટી નથી, આ વખતે પણ 93 દિવસ બાદની તેની પહેલી જ પોસ્ટે સોશિયલ મીડિયામાં તોફાન મચાવી દીધું છે.