Ahmedabad, તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૨૦ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે છે. ભાવનગરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેઓ લોથલ જવા રવાના થયા હતા. જોકે, ખરાબ હવામાનના કારણે તેમનું હેલિકોપ્ટર લોથલ પહોંચી શક્યું ન હતું. લોથલમાં બનેલા દેશના પ્રથમ દરિયાઈ વારસાના મ્યુઝિયમની મુલાકાત લેવાનો તેમનો કાર્યક્રમ હતો. પરંતુ લોથલમાં હવામાન અચાનક બગડતા અને ભારે વરસાદના કારણે હેલિકોપ્ટર ઉતરી શક્યું નહીં. આથી, હેલિકોપ્ટરને પરત ફરવાની ફરજ પડી હતી. આથી, વડાપ્રધાને લોથલથી અમદાવાદ સુધીનું લગભગ ૧૦૦ કિલોમીટરનું અંતર સડક માર્ગે કાપ્યું હતું.
વડાપ્રધાન મોદી લોથલથી રોડ માર્ગે અમદાવાદ આવવાનો નિર્ણય કર્યો. ભાવનગરથી અમદાવાદનું ૧૦૦ કિલોમીટરથી વધુનું અંતર તેમણે કાર દ્વારા કાપ્યું હતું. અમદાવાદ પહોંચ્યા બાદ તેઓ દિલ્હી જવા રવાના થનાર હતા. ભાવનગરમાં વડાપ્રધાને ૨૭,૦૦૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ, તેમણે ભાવનગરના જવાહર મેદાનમાં એક રોડ શોમાં પણ ભાગ લીધો હતો, જ્યાં ધારાસભ્યો અને મંત્રીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં એક રોડ શો કર્યા બાદ જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ સભામાં તેમણે ભાવનગર અને રાજ્યના અન્ય પ્રોજેક્ટ્સ સહિત દેશભરમાં કુલ ૧ લાખ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક સ્થળ લોથલ જવા રવાના થયા હતા. લોથલમાં વડાપ્રધાન મોદીએ હાલમાં નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી અને અત્યાર સુધી થયેલા કામનું નિરીક્ષણ કર્યું હતું.
આ મ્યુઝિયમ ભારતના સમુદ્રી વારસાને દર્શાવશે. જોકે, નિરીક્ષણ પૂર્ણ થયા બાદ હવામાન ખરાબ થવાને કારણે વડાપ્રધાનનું હેલિકોપ્ટર ઉડી શક્યું નહોતું. આ પરિસ્થિતિને કારણે, વડાપ્રધાને લોથલથી અમદાવાદ સુધીનું લગભગ ૧૦૦ કિલોમીટરનું અંતર સડક માર્ગે કાપ્યું હતું. અમદાવાદ પહોંચ્યા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.