New Delhi, તા.22
ભારતમાં જીએસટીના નવા યુગનો પ્રારંભ થયો છે. રસોડામાં ઉપયોગમાં લેવાતા માલ સામાનથી માંડીને ઈલેકટ્રોનિકસ પ્રોડકટ વાહનો તથા વીમા પોલીસી પ્રિમીયમ સહિત અંદાજીત ચીજો સસ્તી થઈ છે.સાથોસાથ નાના વેપારીઓ માટે રજીસ્ટ્રેશનથી માંડીને રીફંડ મેળવવાની પ્રક્રિયા સરળ બની છે.
દેશમાં જીએસટીનાં નવા રેટ મધરાતથી લાગુ થઈ જાય છે અને દુકાનો-શોરૂમમાં અમલ શરૂ થઈ ગયો છે. પવિત્ર નવરાત્રીના પ્રથમ દિવસથી જ આ રાહતને પગલે સામાન્ય વર્ગથી માંડીને ખેડૂતો-વેપારીઓ સહિત તમામ વર્ગોમાં ઉત્સાહ છે.
દુધથી માંડીને ચીઝ છે, ટુ-વ્હીલરથી માંડીને કાર-ટે્રકટર બિસ્કીટ-ચોકલેટથી માંડીને નમકીન સહિતની ચીજોમાં થયેલા ભાવ ઘટાડા વિશે કંપનીઓએ અગાઉ જ જાહેરાત કરી દીધી હતી.
અંદાજીત 490 જેટલી ચીજો સસ્તી થવાને પગલે હવે એક મહિનાની તહેવારની સિઝનમાં ખરીદી વધવાનો અને માર્કેટોમાં જબરજસ્ત ધમધમાટ રહેવાનો આશાવાદ પ્રવર્તી રહ્યો છે.
મધરાતથી અમલી બની ગયેલા નવા જીએસટી સુધારા હેઠળ 12 અને 28 ટકાના ટેકસ સ્લેબ નાબુદ થઈ રહ્યા છે. મોટાભાગની રોજીંદા વપરાશની ચીજોને પાંચ ટકાના ટેકસ સ્લેબમાં આવરી લેવામાં આવી છે. તમાકુ સહિતની ચીજો પ્રોડકટોમાં જીએસટી 40 ટકા કરવામાં આવ્યો છે.
ઘી, બટર, ચીઝ, મધ, પીતળ-તાંબાના વાસણ, માચીસ, વગેરે પરનો જીએસટી 12 માંથી 5 ટકા થયો છે. ઘીમાં લીટર-કિલોએ 40 રૂપિયાનો ભાવ ઘટાડો જાહેર થયો છે.
બાળકોનાં ઉપયોગી ડાયપર દુધની બોટલ, બેબી નેપકીન વગેરે પણ 12 ને બદલે 5 ટકાના જીએસટીમાં આવતી સસ્તી થઈ છે.48 ડાયપરનાં પેકની કિંમતમાં અંદાજીત 40 રૂપિયાનો ઘટાડો છે.
બટર, સુકામેવા, ચોકલેટ, પાસ્તા, નમકીન, જામ, નારીયેળ પાણી, સોસ, મિકસ મસાલા મકાઈનો લોટ, ટોમેટા, સોયા સોસ, માયોનીઝ, વગેરે ચીજો પણ પાંચ ટકાનાં સ્લેબમાં આવી છે.
ટુ-વ્હીલર તથા લકઝરી સિવાયની કારો પણ 28 ને બદલે 18 ટકામાં આવતા સસ્તી થઈ છે.સીમેન્ટ પરનો જીએસટી 28 ને બદલે 18 ટકા થતાં બાંધકામ સસ્તુ થશે ટીવી-એસી જેવી ઈલેકટ્રોનિકસ ચીજો 28 ને બદલે 18 ટકાના સ્લેબમાં આવતા સસ્તા થયા છે.
આરોગ્ય-જીવન વીમા પરનો 18 ટકા જીએસટી નાબુદ થતા તેનો લાભ ગ્રાહકોને આપવાનું જાહેર થયુ છે.7500 રૂપિયા સુધીનાં રૂમ ભાડાવાળી હોટેલમાં રહેવામાં 525 રૂપિયા સુધીની બચત થશે