New Delhi,તા.22
દેશમાં આજથી આવશ્યક સહિતની તમામ ચીજોના જીએસટીમાં ઘટાડો થયો છે અને સરકાર ગાઈ-વગાડીને તેની જાહેરાત કરી રહી છે તથા હવે મહાબચત-સપ્તાહની ઉજવણી પણ શરૂ થઈ છે પણ બજારોમાં મોટાભાગના કિરાના-ગ્રોસરી દુકાનો જે રિટેલર્સ છે અને બીજી ભાષામાં મોમ એન્ડ પોપ્સ સ્ટોર્સ તરીકે જાણીતા છે.
તેઓ હાલ તેમની પાસે રહેલા સાબુ, બીસ્કીટ, શેમ્પુ વિ. પેકીંગ પર જૂના જીએસટી દરે જે મહતમ રીટેલ ભાવ છપાયેલા છે તે મુજબ જ વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. આ સ્ટોર્સ પર જે સ્ટોક છે તેના નવા ઘટાડેલા ભાવ શું હશે તે કોઈ કંપનીઓ કે ડિસ્ટ્રીબ્યુટર્સને રિટેલ વેચાણ કરનારને જાણ કરી નથી.
અનેક કંપનીઓએ પ્રિન્ટ સહિતના મિડીયામાં નવા ભાવની જાહેરાત તો કરી છે પણ રીટેલર પાસે જે સ્ટોક છે તેના ભાવ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. સરકારે પણ કંપનીઓને નવા લેબલ-પેકીંગ પરના ભાવ અંગે છેક માર્ચ 2026 સુધીની છુટ આપી છે તેથી રિટેલરને જીએસટી 18-12 માંથી 5% કે શુન્ય થયો પછી જે મોટો ઘટાડો થશે તે કોણ ભોગવે તે કંપનીઓએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
આથી જૂની ખરીદી નવા ભાવે વેચે તો તેનો નફો તો ઠીક તેમાં `ઘર-ના-જાય’ તેવી સ્થિતિ છે. આ વેપારીઓ સરકાર કે કંપની તરફથી સ્પષ્ટતાની રાહ જુએ છે. હાલ તેમાં પહેલા જૂના ભાષણો જૂનો સ્ટોક ખાલી થાય અને પછી કંપની કે ડિસ્ટ્રીબ્યુટર જો નવા ઘટાડેલા દરે માલ આપશે તો તે ઘટાડેલા દરે વેચશે.
દિલ્હી-મુંબઈ સહિતના મહાનગરોથી છેક ગ્રામીણ ક્ષેત્રો સુધી આ હાલત છે. ફકત નાના કિરાના વેપારી જ નહી સુપર માર્કેટની પણ આ જ હાલત છે. સરકારે જૂની પ્રિન્ટમાં ગ્રાહકોને નવા દર મુજબ બીલીંગ કરવા જણાવ્યું છે પણ તો ભવિષ્યમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો પ્રશ્ન ઉભો થશે.
જો કે મોટાભાગના વ્યાપારીઓએ જીએસટી ઘટશે તેવા અહેવાલે મોટો સ્ટોક કરવાથી દુર રહ્યા હતા પણ હવે તહેવારોની ખરીદી શરૂ થઈ છે તેથી ગ્રાહકો આવશે તો તે ગુમાવવા પડે નહી તેની ડીસ્ટ્રીબ્યુટર્સ કંપનીઓ, હોલસેલર્સ સાથે નવા દરે બીલીંગનો આગ્રહ રાખે છે.
કંપનીના રીટેલ સ્ટોર્સ તો ડિસ્કાઉન્ટના નામે નવા જીએસટીનો અમલ કરી રહ્યા છે. કંપનીઓ હાલ રિટેલરને તેમનું જે રીતે વેચાણ થાય તેમ કરવા કહી રહ્યા છે જેથી કિરાના સ્ટોર્સ ખુદનો નફો જાય તેવી સ્થિતિ ઈચ્છતા નથી.