Dubai, તા.22
એશિયા કપ 2025ના સુપર 4માં ભારતીય ટીમે પહેલી મેચ પાકિસ્તાન સામે રમી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાન સામેની આ જીત સાથે ભારતીય ટીમે સુપર 4 રાઉન્ડની શરૂઆત પ્રભાવશાળી રીતે કરી છે. ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે પાકિસ્તાન હવે તળિયે છે. શુભમન ગિલ અને અભિષેક શર્માએ ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પાકિસ્તાનની કારમી હાર બાદ અભિષેક શર્મા અને શુભમન ગિલે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેનાથી લાખો પાકિસ્તાનીઓ ગુસ્સે થયા હશે.
પોતાના અને ભારતીય ટીમની જીતના ફોટા શેર કરતા, અભિષેક શર્માએ લખ્યું, `તમે બોલો છો અને અમે જીતીએ છીએ.’ શુભમન ગિલે આવી જ એક પોસ્ટ શેર કરી. તેણે મેચના ફોટા પણ શેર કરતા લખ્યું, `રમત બોલે છે, શબ્દો નહીં…’