Morbi,તા.22
જુના બસ સ્ટેન્ડ નજીક યુવાન બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મૂળ ઝારખંડના વતની શંકરભાઈ જયલાલપ્રસાદ મેહતા (ઉ.વ.૩૭) નામના યુવાન ગત તા. ૨૧ ના રોજ જુના બસ સ્ટેશન પાછળના ભાગે બેભાન હાલતમાં મળી આવતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે