Morbi,તા.22
પેડક સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષના યુવાન ડીપ્રેશનની બીમારીથી પીડિત હતા અને માતાના મૃત્યુ બાદ વધુ ડીપ્રેશનમાં સરી પડતા પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા નીકીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (ઉ.વ.૩૨) નામના યુવાને પોતાના ઘરે રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક નીકીરાજસિંહ એક દોઢ વર્ષથી ડીપ્રેશનની બીમારીથી પીડાતા હતા જેની દવા ચાલુ હતી અને માતા પંદર સોળ દિવસ પહેલા મૃત્યુ પામતા વધુ ડીપ્રેશનમાં સરી પડતા પોતાની જાતે આપઘાત કરી લીધાનું ખુલ્યું છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારાના છતર ગામે ગળેફાંસો ખાઈ આધેડે આપઘાત કર્યો
છતર ગામે રહેતા ૪૫ વર્ષીય પટેલ આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે ટંકારા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
ટંકારા તાલુકાના છતર ગામના અરવિંદભાઈ રણછોડભાઈ લીંબાસીયા (ઉ.વ.૪૫) નામના આધેડ અગમ્ય કારણોસર પોતાના ઘરે એક ઢાળિયામાં લાકડાની આડશમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું ટંકારા પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે