Morbi,તા.22
બાઈક ચાલક યુવાનને ઈજા, પાછળ બેસેલ યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત
વાંકાનેર બાઉન્ડ્રીથી સમઢીયાળા ગામે ડબલ સવારીમાં બે યુવાનો બાઈકમાં જતા હતા અને મેસરિયા ગામ નજીક આઈશર ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી અને પાછળ બેસેલા યુવાનનું મોત થયું હતું
વાંકાનેરના સમઢીયાળા ગામે રહેતા રણજીતભાઈ રમેશભાઈ દરોગા (ઉ.વ.૨૦) નામના યુવાને આઈશર જીજે ૦૩ સીયુ ૭૦૯૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને અનિલભાઈ બંને બાઈક જીજે ૦૧ યુઈ ૨૮૯૪ લઈને વાંકાનેર બાઉન્ડ્રીથી સમઢીયાળા ગામ જતા હતા ત્યારે મેસરિયા ગામના બોર્ડ પાસે પહોંચતા આઈશર ચાલકે બાઉન્ડ્રી તરફ જતા રોડ પરથી પુરઝડપે આવી રોડની કટમાંથી બેફિકરાઈથી જોયા વગર રોડ ક્રોસ કરતા ફરિયાદીનું બાઈક આઈસરના ગાડીના ખાલી સાઈડમાં ડીઝલ ટાંકી પાસે અથડાયું હતું જે અકસ્માતમાં ફરિયાદી રણજીતભાઈને પેટ અને પગમાં તેમજ શરીરે ઈજા પહોંચી હતી અને પાછળ બેસેલ અનિલભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે