Morbi,તા.22
મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલ હનુમાનજી મંદિર પાસે પાણીના વોકળા પાસે ધમધમતી દેશી દારૂની ૦૪ ભઠ્ઠી ઝડપી લઈને પોલીસે ૭૬,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે કાલિકાનગર ગામની સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી પાણીના વોકળા પાસેથી દેશી દારૂની ૦૪ ભઠ્ઠી ઝડપી લીધી હતી અલગ અલગ ચાલુ રાખેલ ચારેય ભઠ્ઠીમાં રહેલ ૬૦૦ લીટર ગરમ આથો કીમત રૂ ૧૨,૦૦૦ દેશી દારૂ બનાવવાનો ઠંડો આથાથી ભરેલ ૨૦૦ લીટરના બેરલ નંગ ૦૫ ઠંડો લીટર ૧૦૦૦ કીમત રૂ ૨૦,૦૦૦ દેશી દારૂ ૬૦ લીટર કીમત રૂ ૧૨,૦૦૦ તેમજ ગેસના ચુલા, ટીનનં બકડીયુ, નળી અને ગેસના બાટલા સહીત કુલ રૂ ૭૬,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી નીલેશ બચુભાઈ ભોજવીયા અને સુરેશ જગાભાઇ કોળીના નામો ખુલતા આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે
માળિયાના ગુલાબડી જવાના રસ્તેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, આરોપી ફરાર
માળિયાના ગુલાબડી જવાના રસ્તે અછ્લા વાંઢની બાજુમાં બાવળની કાંટમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને પોલીસે ૪૭,૬૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી નાસી ગયો હતો જેથી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
માળિયા પોલીસ ટીમે બાતમીને આધારે ગુલાબડી જવાના રસ્તે રેડ કરી હતી માળિયા પોલીસે સ્થળ પરથી ગરમ આથો ૧૦૦ લીટર કીમત રૂ ૨૫૦૦, ઠંડો આથો ૧૦૦૦ લીટર કીમત રૂ ૨૫,૦૦૦ દેશી દારૂ ૧૦૦ લીટર કીમત રૂ ૨૦,૦૦૦ અન્ય સાધનો સહીત કુલ રૂ ૪૭,૬૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી સલીમ ઉર્ફે બાડો નાસી ગયો હતો જેથી આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે