Junagadh,તા. ૨૨
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ, પેટા કેન્દ્રો ખાતે સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સ્વચ્છતા હી સેવા અભિયાન – ૨૦૨૫ અંતર્ગતના સ્વચ્છોત્સવમાં ગ્રામજનો, શિક્ષકો, વિધાર્થીઓ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી મંત્રી સહિતના આગેવાનો ઉત્સાહભેર જોડાયા રહ્યા છે અને શાળાઓ, આંગણવાડીઓ, પેટા કેન્દ્રો, ગ્રામ પંચાયત કચેરીઓ, જાહેર સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ સ્વચ્છતા હી સેવા અભિયાન તા.૨ ઓક્ટોબર સુધી જિલ્લાભરમાં ચાલશે. અને ઝુંબેશ સ્વરૂપે જુદા જુદા સ્થળોએ સાફ-સફાઈની કામગીરી કરવામાં આવશે.