Junagadh તા. ૨૨
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે નગરપાલિકાઓના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત કેશોદ નગરપાલિકાના ૧૪૪, માંગરોળ નગરપાલિકાના ૧૨૦, બાંટવા નગરપાલિકાના ૮૦, માણાવદર નગરપાલિકાના ૧૧૦, વિસાવદર નગરપાલિકાના ૪૫, વંથલી નગરપાલિકાના ૯૫ તથા ચોરવાડ નગરપાલિકાના ૬૨ આમ ૭ નગરપાલિકાઓના કુલ ૬૫૬ કર્મચારીઓ/અધિકારીઓ માટે ૧૦ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન ફાયર, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.
કોઈપણ કુદરતી આફત કે માનવ સર્જીત દુર્ધટના સમયે નગરપાલિકા કક્ષાએ સ્થાનિક સ્તરે આ ડીઝાસ્ટરનો પ્રથમ પ્રતિભાવ ફ્રન્ટલાઈન વોરીયર તરીકે નગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓએ આપવાનો થાય છે. જેથી નગરપાલિકાઓના અધિકારીઓને/કર્મચારીઓને આ માટે સુસજ્જ કરવા આવશ્યક હોય, જે અન્વયે પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ભાવનગરના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લાની ૭ નગરપાલિકાઓ માટે આવી તાલીમનું આયોજન કરવામા આવ્યુ હતુ.