Jasdan, તા. 23
ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના ખોડીયાર મંદિર, બરવાળા – રાજાવડલા રોડ ખાતે રીસરફેસિંગ ટુ રોડ્સ ઓફ એસ.એચ ટુ બરવાળા- રાજાવડલા (જસ) રોડનું ખાતમુહૂર્ત કરાયુ હતું.
રૂ.1.80 કરોડનાં ખર્ચે બનનાર આ રોડ 3.80 કિલોમીટર લાંબો તેમજ 3.75 મીટર પહોળો બનશે. 11 માસમાં બનનાર આ રોડમાં ત્રણ લેયરમાં ડામરકામ, જરૂરિયાત મુજબ માટી કામ તેમજ સી.સી. રોડ કરાશે. રોડમા 6 નંગ પાઈપવાળા નાળા તેમજ જરૂરિયાત મુજબ પ્રોટેક્શન વોલ તેમજ રોડની બંને સાઈડમાં થર્મોપ્લાસ્ટના પટ્ટાઓ કરાશે. રોડ નવો બનતા આસપાસનાં ગામ લોકોને તેમજ ખેડૂતોને વાહન ચલાવવામાં સરળતા રહેશે.
અગ્રણી જેશાભાઈ સોલંકીએ પ્રાસંગિક પ્રવચનમાં મહેમાનોને આવકારી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા નાગરિકોને અપીલ કરી હતી.
આ તકે સરપંચશ્રીઓ તેમજ આગેવાનોએ મંત્રી કુંવરજીભાઈનું સન્માન કર્યું હતુ. કાર્યક્રમમાં અગ્રણી મુકેશભાઈ મેર, મગનભાઈ, ભોળાભાઈ, વિનુભાઈ, કલ્પેશભાઈ સહિત અગ્રણીઓ, વિવિધ ગામોનાં સરપંચશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.