Jasdan,તા.23
જસદણ નગરપાલિકા દ્વારા શહેરના કમળાપુર રોડ ઉપર આવેલ જીલેશ્વર પાર્ક ખાતે પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીની ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજાઈ હતી યોગથી ભાગે રોગ અંતર્ગત પાલિકાના તમામ કર્મચારીઓએ યોગાસન કર્યું હતું ગુજરાત સરકાર દ્વારા હાલમાં ’સ્વચ્છતા હી સેવા – 2025’ અભિયાન ચાલી રહ્યું છે.
જે અન્વયે જસદણ નગરપાલિકા દ્વારા જીલેશ્વર પાર્ક ખાતે યોગ શિબિર યોજાઈ હતી. જેમાં સાધકોને સ્વચ્છતાને આદત તરીકે કેળવવા અનુરોધ કરાયો હતો. તેમજ ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરાવીને નિયમિત યોગાભ્યાસ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉપરાંત, રાજ્ય સરકારના ’સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંગે જાણકારી આપીને સ્થૂળતા દૂર કરવા સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી પાલિકાના સ્ટાફે ઉપસ્થિત રહી યોગ અભ્યાસ કર્યો હતો.