Jasdan, તા.23
આધ શક્તિ આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. જસદણમાં મોતીચોક, ચિતલીયાકુવા રોડ, આટકોટ રોડ, ગઢડિયા રોડ, વીંછિયા રોડ, આદમજી રોડ, પોલારપર રોડ, કોઠી રોડ ગોખલાણા રોડ જેવા અનેક પેટા વિસ્તારોમાં માતાજીની આરાધના થશે અને ગરબાના તાલે બાળાઓ ગરબે ઘૂમશે.
નવરાત્રિ પૂર્વે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આ ભક્તિ અને શક્તિના પર્વની જસદણના નાગરિકોને અને ગરબીના આયોજકોને શુભેરછા પાઠવી જણાવ્યું હતું કે નવરાત્રિના નવ દિવસ માઈ ભક્તો ઉપવાસ રાખી માતાની પૂજા કરે છે આ પરંપરા હિન્દુઓની સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે ત્યારે દરેક શહેરીજનોના ઘરમાં માં અંબાની કૃપાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી અંતમાં શુભકામના પાઠવી હતી.