Junagadh તા.23
કેશોદના ખમીદાણા ગામે રહેતી મહિલાની પુત્રીને કેશોદના ફાગવી ગામે તેના પતિએ માનસિક શારીરીક દુઃખ ત્રાસ આપતા મહિલાએ મજબુર કરતા ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજયાની ફરીયાદ મૃતકની માતાએ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ ખમીદાણા પ્લોટ વિસ્તારમાં રહેતા નાથીબેન આલાભાઈ રાઠોડ (ઉ.60)ની પુત્રી મીનાબેનના લગ્ન કેશોદના ફાગવી ગામે રહેતા હીતેષ બીજલ યાદવ સાથે થયા હતા.
લગ્ન બાદ તેના પતિ હીતેષ યાદવે સતત માનસીક શારીરીક દુઃખત્રાસ આપી મરવા મજબુર કરતા મીનાબેને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાની ફરીયાદ મૃતકની માતા નાથીબેને નોંધાવતા કેશોદ પીએસઆઈ આર.એન. ઓડેદરાએ તપાસ હાથ ધરી છે.
મુળ મહારાષ્ટ્રના નાંદુરબાર જીલ્લાના સહદાના ટેમણા ગામના રહીશ હાલ માણાવદરના બાંટવા પોલીસ સ્ટેશન નીચેના થાપલા ગામે હાજાભાઈ સવદાસભાઈ સોલંકીની વાડીએ કામ કરતા અજયભાઈ છોટુભાઈ ઠાકરે (ઉ.26) હીરેનભાઈ ગોવિંદભાઈની વાડીમાં કપાસમાં ઝેરી દવા છાંટતા હોય ત્યારે ઝેરી અસર થઈ જતા સારવાર દરમ્યાન મોત નોંધાતા બાંટવા પોલીસે તપાસ હાથ ધરી છે.