Junagadh તા.23
કેશોદ ખાતે રહેતા ફરીયાદીના પત્નિના નામનું ફેક આઈડી બનાવી તેની પ્રોફાઈલમાં સ્ટોરીમાં ફરી.ના પત્ની તથા ભાઈના ફોટા અપલોડ કરી ફરીયાદી વિષે ખરાબ લખાણ લખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ કેશોદ પોલીસમાં નોંધાઈ છે.
આ અંગે કેશોદ પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદ ઈન્દીરાનગર જીવા ટીડાના ભરડીયા પાસે રહેતા ફરીયાદી મહેશભાઈ ભરતભાઈ રાઠોડ (ઉ.26)ના પત્ની કાજલબેનનું કાજલ રાય 1910 નામનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેની પ્રોફાઈલ સ્ટોરીમાં પોસ્ટમાં મહેશભાઈના પત્નિ તથા ભાઈના ફોટા અપલોડ કરી મહેશભાઈ વિષે ખરાબ લખાણ લખી તથા મહેશભાઈને મેસેજ કરી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન પરેશાન કરેલ હોય જેથી કાજલ રાય 1910 નામનાની પ્રોફાઈલ સ્ટોરીમાં તથા પોસ્ટમાં ફરીયાદી મહેશભાઈ રાઠોડના પત્નિ તથા તેના ભાઈના ફોટા અપલોડ કરી ફરીયાદીને મેસેજ કરવા માટે જે આઈડી એડ્રેસનો ઉપયોગ થયેલ તેમાંથી અજાણ્યો મોબાઈલ નં. 91068 33699 મળી આવેલ હોય તેની સામે કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાવતા કેશોદ પોલીસ ઈન્સ્પેકટર પી.એ. જાદવે તપાસ હાથ ધરી છે.