New Delhi તા.23
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર આઇસીસીએ મોટો દંડ ફટકાર્યો છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડીયમમાં રમવામાં આવેલ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાયેલ ત્રીજા વન-ડે મેચમાં સ્લો ઓવર રેટના કારણે ટીમ ઇન્ડિયા પર મેચ ફીનો 10 ટકા દંડ લગાવ્યો છે.
ત્રણ વન-ડે મેચોની આ સીરીઝને ઓસ્ટ્રેલીયાની મહિલા ટીમે 2-1થી પોતાના નામે કરી છે. છેલ્લી વન ડે મેચમાં ભારતીય ટીમે 43 રનનો હારનો સામનો કરવો પડયો છે. તેમાં હવે હાર બાદ ભારતીય મહીલા ટીમને વધુ એક ઝટકાનો સામનો કરવો પડયો છે.
જે મુજબ આઇસીસીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર મેચ ફી નો 10 ટકા દંડ ફટકાર્યો છે. સ્લો ઓવર રેટના કારણે આ દંડ ફટકારાયો છે.