Porbandarતા.24
પોરબંદરના બંદરની જેટી પર ચોખા ભરેલ વહાણમાં ભીષણ આગ લાગતા ફાયરબ્રીગેડ, કોસ્ટગાર્ડ વગેરે દ્વારા આગ બુઝાવવાની કાર્યવાહી ચાલુ છે.ફાયરબ્રીગેડના 3 ફાયર ફાઇટર દ્વારા સતત પાણીનો મારો ચલાવી એક કલાકથી આગ બુઝાવવા પ્રયાસ હાથ ધરાયા છે.
પોરબંદરના સુભાષનગર જેટી ખાતે લાંગરેલ સોમાલીયા લઇ જવા માટે ચોખા અને ખાંડ ભરેલા જામનગરના એચઆરએમ એન્ડ સન્સના વહાણમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા ર વાહનો તથા હાઇડ્રેન્ટ સીસ્ટમથી ફાયર ફાઇટીંગ કરેલ પરંતુ ચોખા ભરેલ હોવાથી આગ વિકરાળ લાગતા દરીયાની વચ્ચે લઇ જવામાં આવ્યું હતું. હાલ આગ બુઝાવવાની કાર્યવાહી શરુ છે.