Botad તા.24
બોટાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભોગ બનનાર તેના પિતાએ ભાગમાં રાખેલ વાડીએ રહેતા હતાં. ભોગબનનારની ઉંમર 16 વર્ષ 8 મહીના હતી. ભોગ બનનારને આરોપી રાજેશ ઉર્ફે રાજુ અરજણભાઇ ચૌહાણ ભોગબનનારને વાડીમાં આવેલ ઓરડીમાં લઇ જઇ બળજબરી પુર્વક બળાત્કાર કરેલ.
આ અંગેની ફરીયાદ ભોગ બનનારના માતાએ બોટાદ જીલ્લામાં આવેલ પોલીસ સ્ટેશનમાં આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ અરજણભાઇ ચૌહાણ વિરુઘ્ધ નોંધાયેલ બોટાદ જીલ્લ્ાના પો.સ્ટે.માં ઇ.પી.કો.કલમ 376, 506(2) તથા પોકસો એકટ કલમ 4, 8, 12 તથા એટ્રોસીટી એકટની કલમ (3)(1) ડબલ્યુ, 3(2)(5) મુજબનો ગુન્હો આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ અરજણભાઇ ચૌહાણ વિરુઘ્ધ ગુન્હો દાખલ થયેલ.
સદર ગુન્હાની તપાસ એસસીએસટી સેલ બોટાદ નાઓએ કરેલ.પોલીસે તપાસના અંતે આરોપી વિરુઘ્ધ નામદાર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કેલ. આ કામમાં સરકાર પક્ષે કુલ 20 સાક્ષીઓને તપાસવામાં આવેલ તેમજ 59 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને આરોપી રાજેશ ઉર્ફે રાજુ અરજણભાઇ ચૌહાણ વિરુઘ્ધ ગુન્હો સાબીત થયેલ તેમજ આ કામમાં જીલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની અસરકારક દલીલો તથા રજુઆતો ગ્રાહય રાખી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ જયેશકુમાર કે.પ્રજાપતીએ આરોપી રાજેશ ઉર્ફે રાજુ અરજણભાઇ ચૌહાણને આઇપીસી કલમ 376ના ગુન્હામાં દસ વર્ષની સખત કેદની સજા તથા પોકસો એકટની કલમ 4 મુજબના ગુન્હામાં દસ વર્ષની સખત કેદની સજા તથા એટ્રોસીટી એકટની કલમ (3)(1) ડબલ્યુ હેઠળ એક વર્ષની સખત કેદની સજા અને દંડનો હુકમ કરેલ છે. તેમજ ગુજરાત પીડીત વળતર યોજના ર019 મુજબ ભોગ બનનારને રૂ. પ લાખનું વળતર આપવાનો હુકમ કરેલ છે. સદર કેસમાં વિથ પ્રોસીકયુશન એડવોકેટ તરીકે એસ.ડી.રાઠોડ અને પી.કે.રાઠોડ રોકાયેલ હતાં.