Surendranagar તા.24
ઝાલાવાડમાં હિન્દુ ધર્મનાં સૌથી લાંબા એવા નવરાત્રિના પર્વ ચાલી રહ્યું છે. હાલ નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વર્ષોથી પ્રાચીન અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતી ગરબીઓનું વિશેષ મહત્વ રહેલું છે.
સુરેન્દ્રનગર દીપભાના ચોકની ગરબી 151 વર્ષથી વધુ સમયથી ચાલે છે. સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 151 વર્ષ જૂની ગરબી પતરાવાળી દીપભાનાં ચોક વિસ્તારમાં થાય છે જેને બ્રાહ્મણની ગરબી તરીકે ઓળખાવામાં આવે છે.
ગરબીની વિશેષતા એ છે કે અહીં માત્ર પુરૂષો અને યુવકો જ માતાજીના ગરબે ઘૂમે છે. આ ગરબીને બ્રાહ્મણની ગરબી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ અહીં દરેક જ્ઞાતિના પુરૂષો અને યુવકો કોઈ પણ જાતના ભેદભાવ વગર માતાજીના ગરબે ઘૂમે છે.
આ અંગે ગરબીના દેવેન્દ્રભાઇ ઠાકરે જણાવ્યું કે ગરબીની શરૂઆત કેશુભાઇ પરીખે કરી હતી. પુરૂષોની આ ગરબીમાં કોઈ પણ જાતનું લાઈટિંગ કે સંગીત વગાડવામાં આવતું નથી માત્રને માત્ર દેશી લેમ્પના પ્રકાશે અને ભક્તો દ્વારા મોઢે ગરબા ગાઈ માંની આરાધના કરવામાં આવે છે. આ ગરબીમાં એક સાથે 2થી 3 પેઢી માતાજીના ગરબે રમે છે.