Morbi,તા.24
મોરબીમાં નગર દરવાજા પાસે મારામારીનો બનાવ બનેલ હતો જેમાં માતા અને દીકરીને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં નગર દરવાજા પાસે આવેલ સિપાઈવાસમાં રહેતા જુબેદાબેન અહેમદભાઈ અજમેરી (50) અને તેની દીકરી ફરીદાબેન અહેમદભાઈ અજમેરી (25)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી.
જેથી ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અને આ બનાવની પ્રાથમિક તપાસ ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હોય તેમની પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીના નગર દરવાજા પાસે મારામારીનો બનાવ બન્યો હતો અને ઘર પાસેથી ચાલવા બાબતે માતા અને દીકરીને માર મારવામાં આવ્યો છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ આર્યવ્રત કોલેજ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં દેવાંગ મિલનભાઈ કાવર (20) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
મહિલા સારવારમાં
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા પદ્માબેન જગમલભાઈ રબારી (37) નામના મહિલા ઘરે હતા ત્યારે ત્યાં કોઈ ઝેરી જંતુ કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીમાં આવેલ બોરિચા વાસ વિસ્તારમાં રહેતા જાવેદ દિનમામદ ભાઈ બ્લોચ (45) નામના યુવાનને મોરબીના લીલાપર રોડ પર આવેલ ડાયમંડ મિલ પાસે સાત હનુમાન સોસાયટી નજીક મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી