Bhavnagar તા.24
ભાવનગરમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-1035 તથા બિયર ટીન-24 મળી કુલ કિં.રૂ.2,84,730/-ના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરએલ.સી.બી. પોલીસ ના સ્ટાફે બાતમી ને આધારે તળાજા ના લક્ષ્મીનગર,ત્રીજા ખાંચામા રહેતા દિપકભાઇ ચંદુભાઇ ડાભી ન રહેણાકીય મકાનમાં રેઇડ ઇંગ્લીશ દારૂ તથા બિયરના ટીન ફોર સેલ ઇન મધ્યપ્રદેશ સ્ટેટ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો/ટીન કબજે કર્યા હતા.
પોલીસે દિપકભાઇ ચંદુભાઇ ડાભી ઉ.વ.34 ને ઝડપી લીધો છે જ્યારેકિશન ઉર્ફે ગુંદી હિંમતભાઇ મકવાણા રહે.ઉચડી તા.તળાજા ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.પોલીસે દારૂ તથા બિયર મળી કુલ કુલ રૂ.2,84,730/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.
દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ ભરતસિંહ ડોડિયા, અરવિદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળચર, ગંભીરભાઇ પરમાર જોડાયા હતા.