એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.795 અને ચાંદીમાં રૂ.1,882નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.76નો ઘટાડો
કોટન–ખાંડી વાયદો રૂ.250 નરમઃ મેન્થા તેલ, નેચરલ ગેસ, બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.14,909 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 39,196 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.10.14 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.54,115.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.14,908.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 39196.31 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.73,810ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,866 અને નીચામાં રૂ.73,283ના મથાળે અથડાઈ, રૂ.795 ઘટી રૂ.73,360ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.366 ઘટી રૂ.59,464 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.68 ઘટી રૂ.7,229ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.730 ઘટી રૂ.73,235ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.91,441ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.91,441 અને નીચામાં રૂ.89,709ના મથાળે અથડાઈ, રૂ.1,882 ઘટી રૂ.89,890ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,844 ઘટી રૂ.89,915 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,850 ઘટી રૂ.89,894 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જુલાઈ વાયદો રૂ.828.45ના ભાવે ખૂલી, રૂ.5.55 ઘટી રૂ.822.35 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.221.60 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.188ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.35 ઘટી રૂ.264ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.35 ઘટી રૂ.223.40 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.187.95 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2.20 ઘટી રૂ.263.75 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,899ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,928 અને નીચામાં રૂ.6,860ના મથાળે અથડાઈ, રૂ.76 ઘટી રૂ.6,897 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.79 ઘટી રૂ.6,896 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.176ના ભાવે ખૂલી, રૂ.2.70 ઘટી રૂ.175.10 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 2.6 ઘટી 175.2 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,510ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,660 અને નીચામાં રૂ.56,410ના મથાળે અથડાઈ, રૂ.250 ઘટી રૂ.56,540ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 ઘટી રૂ.942.20 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,620.98 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.5,714.28 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.525.01 કરોડનાં 15,287 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.832.02 કરોડનાં 52,229 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.276.15 કરોડનાં 3,649 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.32.67 કરોડનાં 514 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,413.64 કરોડનાં 6,856 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.475.05 કરોડનાં 6,687 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.70 કરોડનાં 21 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.13.14 કરોડનાં 381 લોટનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.10.14 કરોડનાં 108 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 178 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 18,850 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,850 અને નીચામાં 18,702 બોલાઈ, 148 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 234 પોઈન્ટ ઘટી 18,722 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 39196.31 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,900 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.126.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.139 અને નીચામાં રૂ.112.30ના મથાળે અથડાઈ, રૂ.28.50 ઘટી રૂ.121.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.50 ખૂલી, ઉપરમાં રૂ.1.70 અને નીચામાં રૂ.0.95 રહી, અંતે રૂ.0.45 ઘટી રૂ.1.30 થયો હતો.
સોનું જુલાઈ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.450ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.450 અને નીચામાં રૂ.245ના મથાળે અથડાઈ, રૂ.364 ઘટી રૂ.248 થયો હતો, જ્યારે સોનું-મિની જુલાઈ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.344.50 ખૂલી, ઊપરમાં રૂ.344.50 અને નીચામાં રૂ.164.50 રહી, અંતે રૂ.298 ઘટી રૂ.186 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.95,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,439.50ના ભાવે ખૂલી, રૂ.534.50 ઘટી રૂ.1,127 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.95,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,238.50ના ભાવે ખૂલી, રૂ.510 ઘટી રૂ.1,088 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,900 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.27.35 ઘટી રૂ.127.05 નેચરલ ગેસ-મિની જુલાઈ રૂ.175 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.5.60 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.183.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.209.50 અને નીચામાં રૂ.171.60ના મથાળે અથડાઈ, રૂ.30.60 વધી રૂ.186.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.85 ખૂલી, ઉપરમાં રૂ.9.40 અને નીચામાં રૂ.6.75 રહી, અંતે રૂ.1.70 વધી રૂ.8.05 થયો હતો.
સોનું જુલાઈ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.61ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.154.50 અને નીચામાં રૂ.57.50ના મથાળે અથડાઈ, રૂ.111.50 વધી રૂ.151.50 થયો હતો, જ્યારે સોનું-મિની જુલાઈ રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.244 ખૂલી, ઊપરમાં રૂ.434 અને નીચામાં રૂ.175 રહી, અંતે રૂ.273.50 વધી રૂ.426 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.90,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,860ના ભાવે ખૂલી, રૂ.992 વધી રૂ.2,750 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.90,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,824.50ના ભાવે ખૂલી, રૂ.1,003 વધી રૂ.2,697 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.32.20 વધી રૂ.194.95 થયો હતો.