Una તા.24
ઊના તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા ઊનામા આવેલ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ બોર્ડિંગ ના સંકુલમા બે દિવસ નો શારદીય નવરાત્રિ મહોત્સવ ઉજવાયો હતો જેમાં શહેર અને તાલુકા માથી બહોળી સંખ્યામા બહેનો , ભાઈઓ અને બ્રહ્મસમાજ અગ્રણીઓ એ હાજરી આપી હતી. પ્રથમ માતાજી ને સમૂહમા મહાઆરતી કરવામા આવેલ, ત્યાર બાદ બ્રહ્મસમાજની બહેનોએ માં જગદંબાના ગરબા- રાસ રમી માતાજીની પૂજા કરી હતી.