અભિષેક બચ્ચન ગુરુ, બોબ બિશ્વાસ, કાલિધર લાપતા, ઘૂમર અને લુડો કે દસવી જેવી ફિલ્મમાં યાદગાર અભિનય કરી રહ્યો છે
Mumbai, તા.૨૪
ભારત હાલ એશિયા કપના કારણે અને એશિયન ગેમ્સના કારણે ખેલાડીઓ વિશે ચર્ચા કરી રહ્યું છે. આ સ્થિતિમાં અભિષેક બચ્ચનનો રમત-ગમત પ્રત્યેનો પ્રેમ તે હોકી, ફૂટબોલ સહિતની રમતોમાં કઈ રીતે જોડાયેલો છે, તે તેના ફૅન્સ જાણે છે. તેણે તાજેતરના ઇન્ટરવ્યુમાં સ્પોટ્ર્સ, બિઝનેસ અને ઇનોવેશન વિશે વાત કરી હતી. અભિષેકે કહ્યું,“મને મારા દેશમાં અપાર શ્રદ્ધા છે, આપણી ક્ષમતાઓ અને સજ્જતા પર. અને મને લાગે છે કે હવે આ હદથી પણ ઉપર જતું રહ્યું છે કે, આપણે દુનિયાને બતાવી દીધું કે આપણે કેટલાં સક્ષમ છીએ.” અભિષેકે સ્પોટ્ર્સ અને આન્ત્રપ્રિન્યોરશિપ વિશે પણ વાત કરી હતી, જે ભારતની ઓળખને વિશ્વ મંચ પર આકાર આપવામાં મહત્વનો ફાળો આપે છે.અભિષેક બચ્ચનની કબડ્ડી ટીમ પિંક પેન્થર્સનો એક અલગ ફેન બેઝ બની ગયો છે. તેનું આ સપનું એક સપનાથી પણ ઉપર છે, આ ઉપરાંત તેણે વેહદમ ટીઝ અને નાગિન સોસ જેવી બ્રાન્ડમાં પણ રોકાણ કર્યું છે. અભિષેકે આ અંગે અભિષેકે કહ્યું,“તે કબડ્ડી હોય, વહદન ટીઝ હોય કે નાગિન સોસ, હું મારા ઘરની ઓફિસમાંથી જે કંઈ પણ કરું છું તે મેક ઇન ઇન્ડિયાની વિચારધારા પર જ આધારીત છે. તેમાં મને પુરતો વિશ્વાસ છે.”આ સાથે અભિષેક બચ્ચન ગુરુ, બોબ બિશ્વાસ, કાલિધર લાપતા, ઘૂમર અને લુડો કે દસવી જેવી ફિલ્મમાં યાદગાર અભિનય પણ કરી રહ્યો છે. આમ તે મજબુત ફિલ્મ સાથે બિઝનેસ અને સ્પોટ્ર્સ વચ્ચે તાલમેલ જાળવે છે. ભારતીય ટેલેન્ટ, પરંપરા અને ઇનોવેશન સઆથે મળીને વિશ્વ કક્ષાએ જે અસર ઉભી કરી શકે તેમ છે, તેની એક આગળ વધી રહેલી મોટી ઝુંબેશનો અભિષેક બચ્ચન પણ એક હિસ્સો છે.