પાક.ના લશ્કરી વડાને વ્હાઇટ હાઉસમાં લંચ આપનાર પ્રમુખે વડાપ્રધાનને અવગણ્યા
Washington, તા. 25
સંયુકત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં હાજરી આપવા માટે અમેરિકા ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ ટ્રમ્પ અને શાહબાઝ વચ્ચે ફકત 36 સેક્નડ જેવી મુલાકાત થઇ હતી. રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા સમયે અચાનક જ ટ્રમ્પ અને શાહબાઝ સામસામે આવી ગયા હતા. શાહબાઝ સાથે તેમના વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાકદાર પણ હતા.
જયારે ટ્રમ્પ પાસે તે પહોંચ્યા તો ટ્રમ્પે ફકત સ્મિત કર્યુ હતું. એટલું જ નહીં શાહબાઝે મુલકાત માટે વાતચીત શરૂ કરી પરંતુ ટ્રમ્પે ભાવ ન આપ્યો અને 36 સેક્નડમાં જ બંને અલગ પડી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ અસીમ મુનીરને ટ્રમ્પે બે વખત મુલાકાત આપી છે અને વ્હાઇટ હાઉસમાં ડીનર પણ આપ્યું છે. જયારે ન્યુયોર્કમાં રહેલા શાહબાઝ શરીફને ભાવ ન આપતા ટ્રમ્પે બતાવી આપ્યું હતું કે પાકિસ્તાનમાં અસલી શાસક કોણ છે.