Ahmedabad,તા.25
કર્ણાવતી ક્લબ લિમિટેડની 2025-26ના વર્ષ માટે નવી મેનેજિંગ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ચેતન ડી. શાહ, માનદ મંત્રીપદે અજય બી. ઠક્કર, ઉપ પ્રમુખપદે જયેશ એચ. મોદી, નિમેષ ડી. પટેલ, કેતન બી. પટેલ અને સહ માનદ મંત્રી તરીકે મનસ્વી એમ. થાપર અને નિલેશ આર. દેસાઈની નિમણૂક કરાઈ છે.
આ ઉપરાંત 2025-26ના ડિરેક્ટર તરીકે અમરીશ પટેલ, જયંતિલાલ જકાસણિયા, અનિલ પટેલ, કિન્નર શાહ, ડો.આશિષ દેસાઈ, નગીનભાઈ પટેલ, આશિષકુમાર અમીન, નિકી પટેલ, ભાવેશ વઘાસિયા, પરેશ પટેલ, ભાવેશ લાખાણી, રાકેશ પટેલ, ધવલ બારોટ, રોનક જોબલીયા, દુર્ગેશ બુચ, ડો. સંજય ગાંધી, ગિરીશ દાણી, સૌરભ બ્રહ્મભટ્ટ, હસમુખ શાહ, સતીશ શાહ, હિતેન વસંત, શૈશવ શાહ, જગદીશભાઈ પટેલ અને વિજય મહેતાનો સમાવેશ થાય છે.