Ahmedabad, તા.25
નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ખેલૈયાઓ સંગીતના તાલે ઝૂમી રહ્યા છે. ત્યારે નવરાત્રિ દરમિયાન અનેક બનાવો બનતા હોય છે. આથી લોકો હવે ડિજિટલ ડિવાઇસ તરફ વળ્યાં છે. ચણિયા ચોળી તો ખેલૈયાઓ ખરીદતા હોય છે પરતું સુરતમાં અનોખા ચણિયા ચોળી જોવા મળ્યાં છે. જેમાં ખાસ પ્રકારનું ડિવાઇસ લગાવવા આવે છે જેનાથી યુવતીઓના પરિવારજનો તે ક્યાં કઈ જગ્યાએ છે તે જાણી શકે છે.
ડિટેક્ટિવ હાયર કરવાનો ટ્રેન્ડ અમદાવાદ-સુરતની હાઇફાઈ સોસાયટીમાં વધારે જોવા મળી રહ્યો છે. સુરતમાં અને અમદાવાદમાં અલગ અલગ GPS વિક્રેતા અને ખાનગી ડિટેક્ટિવ એજન્સી એ જણાવ્યું કે આ વર્ષે નવરાત્રિમાં GPS સહિતના ડિવાઇસના વેચાણમાં વધારો થયો છે.
આ ડિવાઇસ એટલા હલકા અને પાતળા હોય છે કે તેને સરળતાથી ગાડીમાં, પર્સમાં કે પછી ચણિયાચોળી જેવા પરિધાનમાં પણ છુપાવી શકાય છે. એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી આ ડિવાઇસ 9થી 12 દિવસ સુધી ચાલે છે, જે નવરાત્રિના નવ દિવસોને સંપૂર્ણપણે આવરી લે છે. જેમ કે, ગાડી ક્યાં ઉભી રહી, કેટલી સ્પીડમાં ચાલી, એક જ વિસ્તારમાં કેટલી વાર ફરી અને કઈ જગ્યાએ કેટલો સમય રોકાઈ, આ બધી જ માહિતી મોબાઈલ એપ પર અલગ-અલગ રંગો દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય છે.
પોશ વિસ્તારોમાં વધુ ડિમાન્ડ વધુમાં તેમણે જણાવ્યું કે આ પ્રકારની જાસૂસી સેવા સસ્તી નથી. નવરાત્રિ માટેના ખાસ પેકેજ 10,000થી શરૂ થઈને 60,000 સુધીના હોય છે.શહેરની હાઈફાઈ સોસાયટીઓમાં પાર્ટનર, દીકરા-દીકરી અને મિત્રો પર નજર રાખવા માટે જાસૂસી અને GPS ડિવાઈસની ડિમાન્ડમાં જબરદસ્ત માંગ છે.
’ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ પદ્ધતિમાં ક્લાયન્ટને અત્યાધુનિક જાસૂસી ઉપકરણો પૂરા પાડે છે’ બંને રીતો વિશે વિસ્તારથી સમજાવતા તેમણે કહ્યું કે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ પદ્ધતિમાં તેઓ ક્લાયન્ટને અત્યાધુનિક જાસૂસી ઉપકરણો પૂરા પાડે છે.
જેમાં કાર માટે ઓડિયો રેકોર્ડિંગની સુવિધાવાળા GPS ટ્રેકર, કપડામાં સરળતાથી છુપાવી શકાય તેવા નાના વોઇસ રેકોર્ડર અને રૂમમાં થતી ગતિવિધિઓ પર નજર રાખવા માટે સ્પાય કેમેરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ માતા-પિતા માટે એક ખાસ મોબાઈલ એપ્લિકેશન પણ ઓફર કરે છે, જેના દ્વારા તેઓ પોતાના બાળકોના ફોનને હેક કરી જાણી શકે છે કે તેઓ કોની સાથે વાતચીત કરી રહ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે.
સુરતની ડિટેક્ટિવ એજન્સીઓએ પાર્ટનર અને બાળકોની જાસૂસી માટે ખાસ પેકેજ લોન્ચ કર્યા છે. ગરબે રમવા જતા પાર્ટનર કે બાળકો ક્યાંક ખરાબ સંગતમાં તો નથી ને, તે જાણવા માટે પતિ-પત્ની અને માતા-પિતા પ્રાઇવેટ ડિટેક્ટિવને હાયર કરી રહ્યા છે. આ સર્વિસમાં ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં ક્લાયન્ટને અત્યાધુનિક જાસૂસી ઉપકરણો પૂરા પાડવામાં આવે છે.
નવરાત્રિના ટૂંકા ગાળામાં જ વેચાણમાં 50%નો જંગી વધારો : 1200થી વધુ નાના અને પોર્ટેબલ GPS ડિવાઇસ વેચાઈ ચૂક્યા
અમદાવાદ, ડિટેક્ટિવ હાયર કરવાનો ટ્રેન્ડ અમદાવાદ-સુરતની હાઇફાઈ સોસાયટીમાં વધારે જોવા મળી રહ્યો છે.આ નવરાત્રિમાં GPS ડિવાઇસની માગ આસમાને પહોંચી છે. આમ તો આખું વર્ષ GPSની સામાન્ય માગ રહે છે, પરંતુ આ નવરાત્રિના ટૂંકા ગાળામાં જ અમારા વેચાણમાં 50%નો જંગી વધારો થયો છે.
અમે અત્યાર સુધીમાં 1200થી વધુ નાના અને પોર્ટેબલ GPS ડિવાઇસ વેચી ચૂક્યા છીએ. આ ડિવાઇસની કિંમત 2200થી લઈને 3000 સુધીની છે. તેનું મુખ્ય આકર્ષણ તેનું નાનું કદ અને લાંબી બેટરી લાઈફ છે.
આ ડિવાઇસ એટલા હલકા અને પાતળા હોય છે કે તેને સરળતાથી ગાડીમાં, પર્સમાં કે પછી ચણિયાચોળી જેવા પરિધાનમાં પણ છુપાવી શકાય છે. એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી આ ડિવાઇસ 9થી 12 દિવસ સુધી ચાલે છે, જે નવરાત્રિના નવ દિવસોને સંપૂર્ણપણે આવરી લે છે.