Bhavnagar,તા.25
ભાવનગર વૃઘ્ધાશ્રમ ખાતે રહેતા વડીલ ભાઇઓ-બહેનો માટે ત્રણ દિવસનો દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જયોર્તિલીંગ વગેરેનો યાત્રા પ્રવાસ યોજાયો હતો.
આ યાત્રા પ્રવાસ વૃઘ્ધાશ્રમના ટ્રસ્ટી ભરતભાઇ પી.શાહના સૌજન્યથી યોજવામાં આવેલ હતો.
યાત્રા પ્રવાસમાં 75 વડીલ ભાઇ-બહેનો તથા ટ્રસ્ટી ભરતભાઇ શાહ સહીત પ્રમુખ નીલાબેન ઓઝા, ટ્રેઝરર અચ્યુતભાઇ મહેતા, ટ્રસ્ટી કીર્તીભાઇ સખપરા, લતાબેન શાહ અને વ્યવસ્થા માટે સ્ટાફ જોડાયેલ હતા. દ્વારકા અને બેટ દ્વારકા ખાતે સીનીયર સીટીઝન વડીલો સરળતાથી દર્શનનો લાભ મળે તે માટે ભાવનગરના એસ.પી.દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવી આપવામાં આવેલ હતી.
પ્રવાસ દરમ્યાન વડિલોએ બસમાં ખુબ આનંદ કર્યો, પોતાના અનુભવો પરસ્પર વાગોળ્યા, અંતાક્ષરી રમ્યા, ગરબા ગાયા, ભાજનમાં વિવિધ વાનગીઓ માણી હતી. રહેવાની વ્યવસ્થા દરેકને માટે પાર્થઇન હોટલમાં એ.સી.રૂમમાં હતી, છેલ્લા દિવસે પ્રવાસનો આનંદનો અભીવ્યકત કરવા સૌ રસપુર્વક રાસ રમ્યા પોતાનો ભાવ વ્યકત કર્યો હતો.
ત્રણ દિવસના યાત્રા પ્રવાસમાં જોડાયેલ વડીલોએ આનંદ સાથે આઘ્યાત્મીક લાભ લીધેલ અને ટ્રસ્ટી મંડળનો યાત્રા પ્રવાસ યોજવા બદલ આભારની લાગણી વ્યકત કરેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્રસ્ટી ભરતભાઇ શાહએ વૃઘ્ધાશ્રમના વડીલોને નાથદ્વારાનો પ્રવાસ પણ કરાવી સૌ વડીલોને શ્રીજીબાવાના દર્શન કરાવ્યા હતાં.