આજકાલ ઘણા લોકો હાડકા નબળા પડી ગયા હોવાનો અને દુખાવાની ફરિયાદ કરતાં હોય છે. તેની પાછળનું સૌથી મોટું કારણ પોષક તત્વોનો અભાવ છે. જો તમે તમારા આહારમાં પોષક તત્વોથી ભરપૂર પદાર્થોનો સમાવેશ કરવો જરુરી છે, જે તમારા હાડકાંને મજબૂત બનાવે છે.
અહીં અમે તમને એક એવા ડ્રાયફ્રુટ વિશે જણાવી રહ્યા છીએ જે હાડકાંને વધારાનું પોષણ આપવા અને તેમને મજબૂત બનાવવા માટે જાણીતું છે. આ ડ્રાયફ્રુટનું નામ અખરોટ છે. અખરોટમાં ઘણા એવા તત્વો હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. સંતુલિત આહાર સાથે અખરોટનું સેવન કરવાથી તમારા હાડકાં મજબૂત બને છે.
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે. શરીરમાં ક્રોનિક સોજા હાડકાંને નબળા પાડે છે. અખરોટમાં વિટામિન ઇ, પોલીફેનોલ્સ અને મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા ખનિજો હોય છે, જે એકસાથે મળવાથી હાડકાની ઘનતા વધે છે.અખરોટમાં રહેલા એન્ટીઑકિસડન્ટ હાડકાના કોષોને ઓક્સિડેટીવ તણાવથી સુરક્ષિત કરે છે, જેનાથી હાડકાં વૃદ્ધત્વ અને નબળા પડવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. અખરોટમાં મેગ્નેશિયમ અને ઓમેગા-3 રહેલા છે, જે એકસાથે શરીરની કેલ્શિયમ શોષવાની ક્ષમતામાં સુધારો કરે છે, જેથી કરીને હાડકાં મજબૂત બને છે.