Morbi,તા.25
જુના ઘાટીલા ગામે શક્તિપરા પાસે જાહેરમાં જુગારની બામતી મળતા ટીમે રેડ કરી હતી પોલીસને જોઇને જુગારીમાં નાસભાગ મચી હતી પોલીસે સ્થળ પરથી ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ, ૪ મોટરસાયકલ અને ચાર્જીંગ બેટી સહીત ૯૬,૯૦૦ નો મુદામાલ કબજે લીધો હતો રેડ દરમિયાન છ આરોપીઓ નાસી ગયા હતા
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘાટીલા ગામે શક્તિપરા પાસે આવેલ ચેકડેમ પાસે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી પોલીસે રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી પોલીસે સ્થળ પરથી જુગાર રમતા મનુભાઈ બેચરભાઈ લોલાડીયા, રવજીભાઈ ઓધવજીભાઈ ઉપાસરીયા અને મુકેશ નવીનભાઈ ઠાકર એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૮૦૦ તેમજ ચાર મોટરસાયકલ કીમત રૂ ૮૫,૦૦૦ અને ચાર્જીંગ બેટરી લાઈટ કીમત રૂ ૧૦૦ સહીત કુલ રૂ ૯૬,૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
રેડ દરમિયાન આરોપી અલ્પેશ બીજલભાઈ સુરાણી, કિશન બીજલભાઈ સુરાણી, અનીલ કલાભાઈ સનુરા, મુકેશ જગાભાઇ સુરાણી, દિલીપ હીરાભાઈ સુરાણી અને વિપુલ જગદીશભાઈ સુરાણી એમ છ ઈસમો નાસી જતા આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે