Morbi,તા.25
વાંકાનેર ચાવડી ગેટ પાસે લોનના હપ્તાની રીકવરી માટે ગયેલ એજન્ટ પર ત્રણ પિતા પુત્રોએ હુમલો કર્યો હતો અને ઝપાઝપી કરી છૂટી કાચની બોટલનો ઘા કરી માથામાં અને આંખ ઈજા કરી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર માર્કેટ ચોક ઓઝા શેરીમાં રહેતા જયેશભાઈ મહેશ્વારભાઈ ઓઝા (ઉ.વ.૫૯) વાળાએ આરોપીઓ જય જીતેન્દ્રભાઈ જ્સ્વાલ, કિશન જીતેન્દ્રભાઈ જ્સ્વાલ અને જીતેન્દ્ર રમણીકભાઈ જસ્વલ રહે બધ વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી જયેશભાઈ ગાયત્રી કો ઓ. મંડળીના એજન્ટ હોય અને આરોપીઓએ વર્ષ ૨૦૧૮ ની સાલમાં લોન લીધી હતી જે લોનના હપ્તા છેલ્લા નવ મહિનાથી ભરતા ના હતા જેથી પૈસા માંગવા જતા વાંકાનેર ચાવડી ગેટ પાસે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ઝપાઝપી કરી છૂટી કાચની બોટલના ઘા કરી માથામાં અને આંખના નીચેના ભાગે નાની મોટી ઈજા કરી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે