મહારાષ્ટ્રમાં ૨૬થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે
New Delhi, તા.૨૫
બંગાળની ખાડીમાં બનેલા હળવા દબાણવાળા ક્ષેત્રને કારણે આગામી થોડા દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ઓડિશા, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણી લઈએ કે કયા વિસ્તારોમાં કયા દિવસોમાં વરસાદ પડવાની સંભાવના છે.
ઓડિશામાં ૨૭ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. તો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. આગામી સાત દિવસ સુધી તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રમાં ૨૬થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મરાઠવાડામાં ૨૭ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતની વાત કરીએ તો ૨૭થી ૩૦ સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્યપ્રદેશમાં ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે પૂર્વી મધ્યપ્રદેશમાં ૨૮થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે. ૈંસ્ડ્ઢએ દક્ષિણ ભારતના ઘણા રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુ અને કેરળમાં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે વરસાદ પડવાની શક્યતા છે. કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારમાં ૨૭ થી ૩૦ સપ્ટેમ્બર સુધી અને ઉત્તર અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ૨૬થી ૨૯ સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ વેધર અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઓડિશા અને છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ઝારખંડ, દક્ષિણ મધ્યપ્રદેશ, કોંકણ-ગોવા, વિદર્ભ અને લક્ષદ્વીપમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.