Gandhinagar તા.26
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના આપેલા એલાનના પગલે ગુજરાતમાં તા.25 સપ્ટે.થી આત્મનિર્ભર ભારત સંકલ્ય અભિયાનનો પ્રારંભ થયો છે અને તે તા.રપ ડીસે.સુધી ચાલશે.
આજે આ અંગે એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે સ્વદેશી ચળવળના ભાગરૂપે આપણે ભારતમાં જ નિર્મીત ઉત્પાદનો ખરીદીએ તે માટે આ અભિયાન ચાલશે અને તેમાં ખાદી થી લઇને અન્ય તમામ ગૃહ ઉદ્યોગ સહિતના ઉત્પાદનોની ખરીદીને વેગ અપાશે. તથા સ્વદેશી ચળવળ હેઠળ દરેક ઘર સ્વદેરી ખરીદી વધારે તે જોવાશે.