Rajkot,તા.26
ચેક રીટર્ન કેસમાં ગૌરીદળના શખ્સને એક વર્ષની સજા તથા એક લાખ વળતરનો હુકમ અદાલતે ફરમાવ્યો છે.આ કેસની વિગત એવી છે કે ફરિયાદી રઘુવીરસિંહ ગોહિલ જેને આરોપી લાખાભાઈ સિંધાભાઈ ટોળીયા (રહે. કનૈયા પાન વાળી શેરી મું.ગોરીદડ તાલુકો જીલ્લો રાજકોટ) સાથે છેલ્લા 20 વર્ષથી મિત્રતાનો સંબંધ હતો. આરોપીને ધંધાના વિકાસ માટે બોલેરો ગાડી લેવાની હોય, ફરિયાદીએ મિત્રતાના દાવે બોલેરો ગાડી લેવા રૂપિયા આપેલ.
બોલેરો ગાડી લીધા બાદ કોરોનાની મહામારી આવતા આરોપી ઉપર બોલેરો ગાડીના હપ્તા ચડત થઈ ગયેલ તે હપ્તા પણ ફરિયાદીએ રોકડમાં આરોપીને આપેલ.આરોપીએ સદર ફરિયાદીએ આપેલ રકમમાંથી અમુક રકમ ફરિયાદીને ચૂકવેલ અને બાકી રહેતી રકમમાંથી રૂપિયા એક લાખનો ચેક આપેલ જે ચેક ફંડ ઈન સફિસ્યન્ટના શેરા સાથે પરત ફરેલ આરોપીએ નોટિસ બજી જવા છતાં રકમ આપેલ નહી જેથી કોર્ટમાં ચેક રીટન અંગેનો કેસ કરેલ.
જે કેસમાં ફરિયાદીનો પુરાવો પૂર્ણ થતા ફરિયાદી પક્ષે રજૂ રાખેલ દસ્તાવેજી તેમજ ફરિયાદીની દલીલોને ધ્યાનમાં લઈ આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા તેમજ વળતર પેટે રૂપિયા એક લાખ ન ચુકવે તો વધુ ત્રણ માસની સજા ભોગવવાનો હુકમ સ્પે.નેગો જજ જી.પી.ભોઈએ ફરમાવેલ છે.આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ એ.એ.મહેતા રોકાયેલા હતાં.