Morbi,તા.26
મોરબીના રફાળેશ્વર ફાટક નજીક ટ્રેનમાં કપાઈ જતા યુવાનનું મોત થયું હતું બનાવ અંગે રેલ્વે સ્ટેશન માસ્તરે પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મકનસર રેલ્વે સ્ટેશન માસ્તર પી એમ રંગપરીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી કે ગત તા. ૨૫ ના રોજ વિક્રમભાઈ દુર્લભજીભાઈ શંખેશરીયા રહે મોરબી વાળા અગાઉ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઇ હોય જેથી મગજ બરોબર કામ કરતું ના હતું અને રફાળેશ્વર ફાટક પાસે ટ્રેનમાં કપાઈ જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે