Morbi,તા.26
માટેલ ગામની સીમમાં ઓક્ળાના પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
વાંકાનેરના માટેલ ગામના રહેવાસી મુન્નાભાઈ રવિદાસભાઈ દૂધરેજીયાએ પોલીસ મથકમાં જાણ કરી હતી કે ગત તા. ૨૫ ના રોજ અજાણ્યો પુરુષ આશરે ૩૫ થી ૪૦ વર્ષ વાળો માટેલ ગામની સીમમાં આવેલ ઓક્ળાના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે