Morbi,તા.26
ચાવડી ગેટ પાસે લોન હપ્તાની રીકવરી કરવા ગયેલ એજન્ટ પર ત્રણ પિતા પુત્રોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મારામારીના બનાવમાં સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર રાતીદેવરી રોડ પર રહેતા જયદીપભાઈ જીતેન્દ્રભાઈ જયસ્વાલ નામના યુવાને આરોપીઓ જયેશભાઈ મહેશ્વરભાઈ ઓજા, આકાશભાઈ જયેશભાઈ ઓજા અને ઋષભ જયેશભાઈ ઓજા રહે બધા ઓજા શેરી વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ચાવડી ગેટ પાસે રાજેશ કોલ્દ્રીન્ક્સ દુકાને હોય ત્યારે આરોપી જયેશ ઓજાએ આવી પૈસાની માંગણી કરી ગાળો બોલી ઝપાઝપી કરી હતી અને અન્ય આરોપીઓએ આવી ઢીકા પાટું માર મારી દુકાનમાં રાખેલ સોડા બોટલ અને કાચના ગ્લાસના છુટા ઘા કરી ફરિયાદી જયદીપને ઈજા કરી ટાંટિયા ભાંગી નાખવાની અને ચેક રીટર્ન કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે