Morbi,તા.26
માળિયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ પરથી પગપાળા ચાલીને જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લીધો હતો અકસ્માતમાં ગંભીર ઈજાને પગલે યુવાનનું મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જીલ્લાના પાનેઢા ગામના રહેવાસી ભરતભાઈ બચુભાઈ વસાવાએ આરોપી ટ્રક જીજે ૧૨ બીએક્સ ૨૭૯૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રોજ ફરિયાદીના કાકાના દીકરા શૈલેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા (ઉ.વ.૨૪) રહે પાનેઢાં ભરૂચ વાળા કચ્છ મોરબી નેશનલ હાઈવે પર માળિયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ પરથી જતા હતા ત્યારે ટ્રક ચાલકે ટ્રક શૈલેશભાઈ ઉપર ચડાવી દઈને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે