Bhuj,તા.૨૭
કચ્છના અંજારમાં કોમી એકતા ડહોળવાનો પ્રયાસ થતા વાતાવરણ તંગ બન્યું છે. જેમાં અંજારમાં આઇ લવ મોહમ્મદના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર દેવળિયા નાકા પાસે લાગ્યા છે. બાદમાં પોસ્ટર પર જયશ્રી રામના પોસ્ટર લગાડાતા વિવાદ થયો છે.
આમ નવરાત્રીના પવિત્ર તહેવારમાં ઉશ્કેરણીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઈને અંજાર પોલીસ મથકે જઈ મુસ્લિમોએ વિરોધ નોંધાવ્યો છે. આ અંગે તેમણે શાંતિભંગનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાને લઈ વિસ્તારમાં પૂર્વ કચ્છ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

